એપિસોડ ૧૦ - કેવી રીતે ઓન-પેજ SEO WordPress વેબસાઈટ માટે કરવું?

પરિચય - ચિરાગભાઈ શાહ

CEO & Founder

ShoutNHike [Digital Marketing Company], Traininginseo [Digital Marketing Trainer]

આ એપિસોડના મુખ્ય બિંદુઓ

આ એપિસોડમાં ઓન-પેજ SEO WordPress વેબસાઈટો માટે કરવાની રીત અને એનાથી થતા ફાયદાઓ વિષે આપણે ચિરાગભાઈ પાસેથી જાણકારી મેળવી છે.

  • કંઈપણ સારું પરિણામ મેળવવા માટે અનુશાસન જરૂરી છે અને દરરોજ નોલેજને update રાખવું જરુરી છે જેથી કરીને તમે તમારી વેબસાઈટને સારી રીતે રેન્ક કરાવી શકો અથવા તો બીજાની વેબસાઈટને સારા રેન્ક પાર લાવી શકો.

  • ઓન-પેજ SEO એટલે જે તમને વેબસાઈટ પર દેખાય છે એમાં ફેરફાર કરવા જેમકે content, images, text નું હેડિંગ અને બીજું ઘણું બધું સારું કરવાથી તમારી વેબસાઈટ રંક થવા લાગે.

  • ઓન-પેજ SEO કરવાનું કારણ મુખ્યપણે 2 હોય છે એક છે રેન્કિંગ અને બીજું છે લીડ. રેન્કિંગ એટલે જયારે કોઈ વ્યક્તિ કંઈક search તો તમારી વેબસાઈટ Google ના પહેલા પેજ દેખાવી અને બીજું લીડ એટલે કે મળવાપાત્ર ગ્રાહકો જેમને તમારી વેબસાઈટ જોઈને કંઈક માહિતી મેળવી હોય તમારા સર્વિસ કે પ્રોડક્ટ વિષે.

  • ઓન-પેજ SEO ની પ્રક્રિયાને સફળ બનાવવી હોય તો લેન્ડિંગ પેજની (જયારે કોઈપણ વ્યક્તિ તમારા વેબસાઈટ પાર આવે અને જે પ્રથમ પેજ દેખાય એને લેન્ડિંગ પેજ કહેવામાં આવે છે) મનમોહક design હોવી જરૂરી છે જેથી વધુમાંવધુ લોકો જે તમારી વેબસાઈટ આવે છે એ design જોઈને ગ્રાહક બની જાય.

  • મુખ્યપણે તમારી વેબસાઈટમાં 4 એવા પેજ છે જે લેન્ડિંગ પેજની ભૂમિકા ભજવી શકે. એક છે હોમ પેજ, કેટેગરી પેજ, પ્રોડક્ટ પેજ, સર્વિસ પેજ.