એપિસોડ ૧૧ - વેબસાઈટ ને સારા રેન્ક પર લાવવા માટે ઓફ-પેજ SEO ની મુખ્ય ભૂમિકા
પરિચય - ઈશાનભાઈ જરીવાલા
SEO Executive, Sourceved Technologies Pvt. Ltd.
આ એપિસોડના મુખ્ય બિંદુઓ
આ એપિસોડમાં SEO નું બીજું પાસું એટલે કે ઓફ-પેજ SEO થી વેબસાઈટને રેન્ક કરાવી જે તમને દેખાય નહિ પણ એની પ્રોસેસ ચાલુ હોય છે.
-
ઓફ-પેજ માં મુખ્ય તત્વો છે backlink, ડોમેઈન authority, page authority, profile creation તથા business listing હોય છે.
-
તમારી WordPress વેબસાઈટને સારા રેન્કિંગ પર લાવવા માટે પહેલા તો ઓન-પેજ SEO ની પ્રક્રિયા પર ધ્યાન દેવાનું અને એના પછી ઑફ-પેજ SEO પાર તમારું ધ્યાન કેન્દ્રિત કરવાનું તો તમને સમયને અનુરૂપ results મળી શકે છે.
-
એક વાતનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે તમારી વેબસાઈટ ઓન-પેજ કે પછી ઑફ-પેજ કર્યા પછી તરતજ પરિણામ નથી મળતા પણ લગભગ 5 - 7 મહિના પછી મળે છે અને બીજું એ કે result મેળવવામાં તમારી industry (niche) કઈ છે એના પર બધું નિર્ભર કરે છે.
-
ઓફ-પેજ SEO કરતા હોય ત્યારે guestblogging (કોઈ બીજાની વેબસાઈટ પર આપણા દ્વારા લખેલા બ્લોગ કે આર્ટિકલ publish કરાવવા અને એમાંથી લિંક generate કરાવીને આપણા વેબસાઈટ પર લાવવી) ખુબ જરૂરી છે અને એનાથી તમારી વેબસાઈટની મહત્તા પણ વધે છે.
-
જયારે પણ તમે બ્લોગ લખો તો કેટલા શબ્દો કરતા સારો બ્લોગ લખવો ખુબ હિતાવહ છે જેનાથી લોકોને વાંચીને સારી જાણકારી મળે અને એ duplicate ના હોવું જોઈએ. જેનો અર્થ એ થાયે કે તમારો બ્લોગ કોઈપણ વેબસાઈટ પરથી કોપી કરેલો ના હોવો જોઈએ તમારી ખુદની રચના હોવી જોઈએ.