WPVaat ગુજરાતી podcast વિષે ટૂંકો પરિચય

મિત્રો તમને ખ્યાલ છે કે તમે શું કમાલ કરી છે? નથી ખબર? કોઈ વાંધો નહિ, જણાવી દઈએ. વાત એવી છે જયારે તમે blog વાંચી રહ્યા છો તો અમને ખુબજ આનંદ થાયે છે અને પ્રેરણા મળે છે. આપના સતત સાથ સહકાર ના પરિણામે એક એવો વિચાર કે ગુજરાતીમાં કંઈક શરુ કરવું છે જેથી દરેક ઉંમરના લોકોને કંઈક નવું જાણવા મળે ગુજરાતી ભાષામાં.

તો પ્રસ્તુત છે તમારી સમક્ષ podcast જેને તમે Spotify, Apple Podcast, Google Podcast અથવા Amazon Music પર જઈને શાંતચિત્તે સાંભળી શકો દરેક એપિસોડ, યા પછી Youtube પર જઈને જોઈપણ શકો છો દરેક એપિસોડ. આપના માટે ઉત્તમ સ્થળ એટલે WPVaat Gujarati podcast જેમાં આપનામાંથીજ કેટલા એવા લોકો પોતાનો અનુભવ અને જીવનના સંઘર્ષ વિષે વાતો કરે છે. અને આ બધા કોઈ ખાસ લોકો નથી પરંતુ તમારા અને અમારા જેવા છે જેમને જીવનના સંઘર્ષ ને હસતા-હસતા પાર કરીને અનેક achievements મેળવી છે.

અને હવે તમને વિશેષ મજા આવશે કારણકે હવે WPVaat ની વેબસાઈટ પણ તૈયાર છે અને એમાં તમે blog (એટલેકે લેખો) વાંચી શકશો. જે હશે તો ગુજરાતી ભાષામાં, પણ વાતો કરશું WordPress ટેક્નોલોજી વિષે.

હવે તમને થોડીક મૂંઝવણ થતી હશે કે ભાઈ આ WordPress શું છે? ચિંતા ના કરશો હો!!!! WPVaat ના દરેક એપિસોડ તથા એમાં આવતા નવા મહેમાનો અને આ blogs તમારી બધીજ મૂંઝવણ દૂર કરશે.

છેને મજાની વાત?

WPVaat podcast નો આશય એવો છે કે દરેક વ્યક્તિને શીખવાની સમાન તક મળે, WordPress ના ઉપયોગથી સ્કૂલ, કોલેજ, જોબ કે પછી બિઝનેસમાં તમે આગળ વધી શકો તથા તમને કંઈક નવું કરવાની પ્રેરણા મળે એ ઉપર ધ્યાન કેન્દ્રિત છે.

સામાન્ય ભાષામાં વાત કરીયે તો WordPress એક એવું માધ્યમ છે જેના ઉપયોગથી તમે ખુબ સહેલાઈથી વેબસાઈટ બનાવી શકો જેમકે લેખો લખવા માટે બ્લોગ વેબસાઈટ, જો તમારે કંઈક વસ્તુ સેલ કરવી છે તો eCommerce વેબસાઈટ, આપના બિઝનેસ યા સ્ટાર્ટઅપની માહિતી લોકો સુધી પહોંચાડવા માટે વેબસાઈટ, કે પછી આપણા કરિઅર ને લગતા તમામ માહિતી આપતી એવી વેબસાઈટ (જેને personal વેબસાઈટ પણ કહેવાય છે) પણ તમે બનાવી શકો.

અને હવે વળી પોડકાસ્ટ શું છે એવો પ્રશ્ન પણ અચૂક થતો હશે, બરાબરને?

તો એ મૂંઝવણ પણ દૂર કરી દઈએ. તમને યાદ છે પહેલાના જમાનામાં પેલી ડીસ આવતી જેને એક મોટા ગળણી જેવા આકારમાં લગાવીને સાંભળતા. હવે યાદ આવ્યું? એના પછી ઓડીઓ કેસેટ યા ટેપ રેકોર્ડર જે લંબચોરસ આકારમાં હોય અને એમાં કાળી પટ્ટીઓનો રોલ હોય અને પછી એને રેકોર્ડરમાં વગાડવામાં આવતું. કે પછી એ રેડીઓ જેમાં દરેક સમાચાર લોકો ધ્યાનથી સાંભળતા જયારે હજુ ટીવી ના આવ્યું હતું. અને તમને યાદ છે રેડિયો પર અમીનભાઈ સાયાની ને સાંભળતા અને એમના અવાજની લોકપ્રિયતા એટલી હદે હતી કે લોકો કામ મૂકીને પણ એમને સાંભળતા. એક એવો દોર પણ હતો.
અને પછી આવ્યું Sony નું walkman જેમાં કેસેટ લગાવીને લોકો પ્રવાસ દરમ્યાન ગીતો માણતા. અને પછી આવ્યું MP3 પ્લેયર જેમાં 50 થી 100 જેટલા ગીતોનો આરામથી સમાવેશ થતો અને લોકો પોતાના ખિસ્સામાં લઈને સાંભળતા.

અને હવે તો રેડીઓ FM આપણે ગાડીમાં પ્રવાસ દરમ્યાન સાંભળિયેજ છીએ. એના પછી વિદેશો ખુબ પ્રચલિત એવું પોડકાસ્ટ સાંભળવાનું લોકોને ગમવા લાગ્યું છે. જેમાં જુદા જુદા વિષયો પાર સત્ય ઘટનાઓ, કહાનીઓ, ઉપદેશો, સિદ્ધાંતો, મનોરંજનના વિષયો કે પછી બિઝનેસ, માર્કેટિંગ, સેલ્સ કે પછી જીવનમાં સંબંધો કેવી રીતે સાચવવા એના પર લોકો 1 મિનિટ થી લઈને 1 કલાક સુધી ઓડીઓ મૂકે છે જેને લોકો ગમતા વિષયો પાર પ્રવાસ દરમ્યાન યા કામ કરતી વખતે સાંભળતા હોય છે.

ભારતમાં આનો ક્રેઝ ધીમે-ધીમે વધી રહ્યો છે. તો બસ એ ટેક્નોલોજીને લઈને આપના સુધી જ્ઞાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે.

હવે પછીના બ્લોગ્સમાં અલગ-અલગ વિષયો પર લખાણ આવશે જે તમને ગુજરાતી ભાષામાં વાંચવું અને શીખવું મજા આવશે અને ગર્વ પણ થશે ગુજરાતી હોવાનો તથા ગુજરાતી ભાષા આવડવાનો.

લિ.
સુમંતભાઈ લોહાર
WPVaat podcast હોસ્ટ

જય જય ગરવી ગુજરાત !!!