
જ્યારે કોઈ વ્યક્તિ વર્ડપ્રેસ શીખવાનું શરૂ કરે છે, ત્યારે ઘણી વખત પ્રશ્ન થાય છે “મારે પહેલા ઓપન સોર્સ ટેક્નોલોજી સમજવું જરૂરી છે કે નહીં?”
વર્ડપ્રેસ એ વિશ્વનું સૌથી વધુ ઉપયોગમાં લેવાતું Content Management System (CMS) છે, અને તે લગભગ 40% વેબસાઈટ્સને પાવર આપે છે. સાથે સાથે, વર્ડપ્રેસ પોતે એક Open Source પ્લેટફોર્મ છે. પણ શું તમને પહેલાં ઓપન સોર્સ શું છે એની સમજ હોવી જ જોઈએ?
ચાલો સરળ ભાષામાં સમજી લઈએ.
ઓપન સોર્સ ટેક્નોલોજી એટલે શું?
Open Source ટેક્નોલોજી એવી Software હોય છે જેનું Source Code બધાને માટે ઓપન હોય છે, એટલે કે કોઈ પણ વ્યક્તિ તેને જોઈ શકે, એમાં ફેરફાર કરી શકે અને ફરીથી Use કરી શકે.
આનો વિરોધાભાસ “Proprietary Software” છે, જેમાં માત્ર software બનાવનાર જ તે બદલી શકે છે.
Linux, Apache, MySQL અને WordPress all Open Source છે. WordPress પણ એવી જ ટેક્નોલોજી છે જે Communityના લોકો દ્વારા બનેલું અને સુધારાતું રહે છે.
પહેલા ઓપન સોર્સ સમજવું જરૂરી છે?
નહીં. તમે WordPress શીખવાનું શરૂ કરો એ પહેલાં તમને ઓપન સોર્સ ટેક્નોલોજી વિશે advance knowledge હોવી જ જરૂરી નથી.
ઘણા લોકો જેમ કે beginners, bloggers, business owners કે freelancers WordPress શીખવાનું સીધું શરૂ કરી દે છે. WordPress beginner-friendly છે.
પણ, જો તમે ઓપન સોર્સ વિશે થોડી સમજ મેળવી લો, તો તમારું WordPress શીખવાનું અનુભવ વધુ સારો અને Deep થશે.
ચાલો જુએ એ કેવી રીતે,
1. Community વિશે કદર વધશે
WordPress એક જગતભરના લોકો દ્વારા maintain થાય છે. ઓપન સોર્સના Conceptને સમજશો તો તમને ખબર પડશે કે તમે પણ Community માં કંઇક contribute કરી શકો, જેમ કે translation, bug fixing, testing, support વગેરે.
2. Website ઉપર વધારે Control મળશે
WordPress ઓપન સોર્સ હોવાને કારણે તમે તમારી વેબસાઈટના code, design અને features પર સંપૂર્ણ કબજો મેળવી શકો છો. તમે Hosting બદલી શકો, Plugin customize કરી શકો, અને ખૂબ flexible બની શકો.
તમે third-party developers દ્વારા બનાવેલ plugins અને themesને modify કરીને exact તમે જે ઈચ્છો એ પ્રમાણે તમારી સાઇટ બનાવી શકો છો.
3. સંભળવા જેવી Technical સમસ્યાઓ ઉકેલવામાં સરળતા
જો તમે ઓપન સોર્સનો થોડીક સમજ ધરાવો તો WordPressમાં આવતી સમસ્યાઓ માટે તમે GitHub, Support Forum, Documentation વગેરે ચકાસી શકો. કોણ જાણે, તમારું solution કોઈએ પહેલેથી લખેલું હોય!
4. સાચા Plugin કે Theme પસંદ કરવામાં સહાય
Marketplace માં હજારો themes અને plugins છે. પણ Open Source સમજશો તો તમે જોઈ શકો કે કઈ Plugin actively maintained છે, કોની પાછળ strong community છે, કે કોણ શંકાસ્પદ છે.
5. Development શીખવા માટે Strong base
જો તમારું લક્ષ્ય WordPress Development છે – જેમ કે custom plugin, theme development, તો Open Source concept ખૂબ ઉપયોગી છે. તમે Git, GPL License અને Community contribution સમજશો તો Developer તરીકે વધુ strong બનશો.
અંતિમ વાત
WordPress શીખવા માટે તમારે ઓપન સોર્સ ટેક્નોલોજીનું deep knowledge હોવું જરૂરી નથી. પણ જો તમે એ સમજવા થોડી મહેનત કરો તો તમારું knowledge વધારે deep થશે, તમે website ઉપર વધારે control મેળવી શકો છો, અને futureમાં WordPress developer પણ બની શકો છો.
સંક્ષેપમાં કહીએ તો: WordPress શીખવું આજથી શરૂ કરો. પણ Open Source શું છે, એ સમજવી તમારા માટે એક strong foundation બનાવશે.
આ સમજણ તમારા દૃષ્ટિકોણને બદલશે અને તમે WordPressને માત્ર એક tool તરીકે નહિ, પણ એક open ecosystem તરીકે જોવા શીખશો, જ્યાં તમે contributor બની શકો છો, બસ user નહિ.