WPVaat પોડકાસ્ટની શું નવીનતા છે?
ગુજરાત રાજ્ય, ભારતભરમાંથી તથા વિદેશમાં વસતા ગુજરાતી ભાઈ-બેહનો, બાળકો, વડીલો અને એવા દરેક
લોકો જે ગુજરાતી ભાષાને પ્રેમ કરે છે અને કાંઈક શીખવા માંગે છે એમના માટે આ પોડકાસ્ટની એક પહેલ કરેલી
છે. આપડે જોઈ રહ્યા છીએ કે પશ્ચિમી ભાષાઓ તરફ જયારે આજનો યુવાન કે બાળક આકર્ષાય છે તો કેઈક
પોતાની માતૃભાષાથી દૂર થતા જાયે છે એના પરિણામે પરિવારમાં ગેપ વધતો જાયે છે. એ ના થાયે અને વડીલો પણ
કાંઈક ટેક્નોલોજી વિષે નવું શીખીને આત્મવિશ્વાસ થી જીવી શકે એ શુભ હેતુથી “WPVaat ગુજરાતી પોડકાસ્ટ
ચેનલ” ની શુભ શરૂઆત કરવામાં આવી છે.
આ પોડકાસ્ટ શ્રેણીમાં દુનિયા ભરમાં વસતા ટેક્નોલોજી ક્ષેત્રે વસતા ગુજરાતી ભાઈ-બેહનો ને એક પ્લેટફોર્મ મળે
અને પોતાના અનુભવો કહી શકે એ હેતુથી દર નવા એપિસોડમાં એક-એક વ્યક્તિ ને આપડે આમંત્રિત કરીયે છીએ
અને વર્ડપ્રેસ ટેક્નોલોજી ના ઉપયોગથી એમને કેવી રીતે જીવનમાં સફળતા મેળવી અને બીજા લોકો શું કરી શકે
વર્ડપ્રેસનો ઉપયોગ કરીને એને વિષે ઊંડાણપૂર્વક જાણકારી મેળવીએ છીએ.