એપિસોડ ૫ - WordPress વેબસાઈટ સ્ટ્રકચર

પરિચય - રાજેશભાઈ ભોંકીયા

Microsoft Certified Trainer, Adobe Certified Professional

આ એપિસોડના મુખ્ય બિંદુઓ

આ એપિસોડમાં ઊંડાણપૂર્વક રાજેશભાઈ સમજાવે છે કે WordPress વેબસાઈટનું સ્ટ્રક્ચર કેવું હોય અને વેબસાઈટ બનાવતા શીખીએ એ પેહલા વેબસાઈટનું સ્ટ્રક્ચર કેમ મહત્વનું છે સમજવું.

  • આજે વેબસાઈટ હોવી એ દરેક વ્યક્તિ માટે જરૂરી બની ગયું છે કારણકે એ એક identity નું કામ કરે છે જેમાં લોકો જઈને તમારા વિષે જાણી શકે પછી ભલે customer હોય, કંપનીના HR Manager હોય કે જેમને તમારી profile અને અનુભવો વિષે જાણવું છે કે પછી કોઈ કંપનીના CEO છે જેમને તમારી સાથે business કરવો છે.

  • જયારે વેબસાઈટ structure ની વાત આવે ત્યારે 9 મુખ્ય તત્વો ધ્યાનમાં આવે છે ડોમેઈન, હોસ્ટિંગ, design layout, content, નેવીગેશન (વેબસાઈટમાં લોકો માટે દિશાસૂચન - જેમકે લિંક્સ, મેનુ, બટન બધું સરખું હોવું જોય જે બધાને સમજાય), functionality (કાર્યક્ષમતા), SEO (Search Engine Optimization - વેબસાઈટનું Google માં રેન્કિંગ માટે), Responsive design (એટલે કે મોબાઈલ, લેપટોપ, ટેબ્લેટ, કમ્પ્યુટર જેમાં જેવી screen size એ પ્રમાણે દેખાય જેમાં ફોટોસ કે બીજું બધું વ્યવસ્થિત દેખાય) અને user-friendly (એટલે કે કોઈપણ ઉમરના લોકો સરળતાથી વેબસાઈટ પાર જઈને જોઈ શકે, વાંચી શકે અથવા તો લખી શકે).

  • વેબસાઈટના પ્રકારો જેમકે eCommerce, બ્લોગ, business (સ્ટાર્ટઅપ, કોર્પોરેટ) પર્સનલ વેબસાઈટ ( સ્કુલ વિદ્યાર્થીઓ, કોલેજ વિદ્યાર્થીઓ, ગૃહિણી, સિનિયર સિટીઝન માટે ) , રસોઈને લગતી વેબસાઈટ, કોર્સ શીખવાડવા માટે વેબસાઈટ, ધાર્મિક સંસ્થાઓની વેબસાઈટ, NGO માટે તથા અન્ય વેબસાઈટો.

  • વેબસાઈટ હોય તો એને સુરક્ષિત રાખવી પણ ખુબ અગત્યની બાબત છે.

  • વેબસાઈટ બનાવતા પહેલા તમારે ધ્યેય નક્કી કરવાનો રહેશે તો તમને ધીમે ધીમે સફળતા મળશે. જેમકે વેબસાઈટનો હેતુ, કોના માટે, કયા વર્ગ માટે, વેબસાઈટ થી અંતમાં શું મેળવવું છે.