એપિસોડ ૧૨ - WordPress માં ક્લાસિક એડીટર નું મહત્વ તથા Gutenberg એડિટર વિષે જાણકારી
પરિચય - કુશલભાઈ દવે
Business Development Manager, Multidots
આ એપિસોડના મુખ્ય બિંદુઓ
આ એપિસોડમાં મારે કુશલભાઈ સાથે વાતો થઈ કે WordPress માં વેબસાઈટ કેવી રીતે બને જેમાં classic editor નો ઉપયોગ થાય છે અને હવે WordPress દ્વારા નવું એડિટર એટલે Gutenberg બ્લોક એડિટર એના વિષે જાણકારીઓ મેળવી છે.
-
જીવનમાં આગળ વધવા માટે કૉમ્યૂનિકેશન સ્કિલ્સ હોવી જરૂરી છે. પછી ભલે તમને ઈંગ્લીશ બહુ બોલતા ફાવતું ન હોય પણ વિદેશમાં જરૂરી છે અથવા તો અહીંયા ભારત જુદા-જુદા પ્રાંતમાં ભી જરૂરી છે જે લોકો આપણી ભાષા ન સમજી શકે. ઈંગ્લીશ ભાષા શીખવી જરૂરી છે અને સાથે-સાથે આપણી માતૃભાષા વિષે ગર્વ કરવું પણ જરૂરી છે.
-
WordPress classic એડિટર એક એવું માધ્યમ છે જેમાં સરળતાથી લખી શકો યા પછી કંઈક develop કરી શકો છે જેમકે webpages જેમાં images, text, વિડિઓ તમે મૂકીને વેબસાઈટ બનાવી શકો છો કોઈપણ કોડિંગ નોલેજ વગર.
-
જો તમે Microsoft Word પર કામ કર્યું હશે તો WordPress classic editor પર કામ કરવું સહેલું થઈ જશે. અને એથી તમને WordPress Gutenberg એડિટર પાર કામ કરવું પણ તમને ફાવી જશે ભલે પહેલા વાર લાગશે પણ પછી સમય સાથે તમે શીખી જશો. અને એના ઉપયોગ થકીજ તો WordPress માં હાલ બધી વેબસાઇટ્સ બને છે.
-
તમારે જો live વેબસાઈટ બનાવી હોય અને લોકોને ના બતાવી હોય જે પણ તમે ફેરફાર કરો છો તો Instawp.com અથવા તો Localwp.com પાર જઈને તમારું એકાઉન્ટ બનાવી ડો અને ત્યાં વેબસાઈટ બનાવતા-બનાવતા બધું ધીમે-ધીમે સમજો કે WordPress classic editor અને WordPress gutenberg editor કેવી રીતે કામ કરે છે. આ બંને વેબસાઈટ પર readymade WordPress install કરી આપે છે. પછી બસ એમાં તમારે કામ કરતા-કરતા શીખતું જવાનું.
-
જેમ આપણે ઘર બનાવતા હોઈએ એમાં જે ઈંટ છે એ આપણે WordPress gutenberg editor ની ભાષામાં સમજીયે તો એક block તે એક ઈંટ બરાબર છે અને એ એક માહિતી છે. એટલે કે એક બ્લોક એટલે એક માહિતી જેમાં images, videos, text યા પછી આખી ફોટો ગેલેરી પણ તમે ઉમેરી શકો છો.