એપિસોડ ૩ - ડોમેઈન અને હોસ્ટીંગ નું WordPress માં મહત્વ
પરિચય - પ્રવિણભાઇ પરમાર
WordPress કન્સલ્ટન્ટ
આ એપિસોડના મુખ્ય બિંદુઓ
આ WPVaat એપિસોડમાં domain (ડોમેઈન) અને hosting (હોસ્ટિંગ) કોને કહેવાય એ વિષે આપણે પ્રવિણભાઇ પાસેથી વિગતવાર મેળવી છે તથા એ બંનેનું WordPress માં શું મહત્વ છે એ વિષે પણ આપણે માહિતી એકત્રિત કરી છે.
-
ડોમેઈનને સરળ ભાષામાં સમજીયે તો એ એક તમારું ઓનલાઇન સરનામું છે જેમાં છેલ્લે .com યા .org લગાવવાથી તમારી વેબસાઈટ ઓપન થાયે છે અને કોઈ પણ વ્યક્તિ તમારા business વિષે યા પછી તમારા વિષે જાણકારી મેળવી શકે છે.
-
પ્રવિણભાઇ એ ખુબ સરસ રીતે સમજાવ્યું કે ડોમેઈન તો લીધું છે પણ લોકો માહિતી મેળવી શકે અને તમારી વેબસાઈટ જોઈ શકે એના માટે તમારે એક સ્પેસ ખરીદવાની હોય છે જ્યાં તમારી વેબસાઈટ માં રહેલો બધો ડેટા મુકાય છે જેથી લોકો એ જગ્યાએ જઈને વાંચી શકે, વસ્તુ ખરીદી શકે યા કોઈ ફોટો જોઈ શકે છે જેને આપણે હોસ્ટિંગ કહીયે છીએ.
-
પછી પ્રવિણભાઈએ એ ભી વાત કરી કે hosting ના ઘણા પ્રકારના હોય છે જેમકે shared hosting (ભાડાનું મકાન જેમાં બીજી ઘણી બધી બીજાની સાઈટ્સ પણ હોઈ શકે જેથી તમારા સાઈટ ના પર્ફોમેન્સ પાર અસર કરે છે), dedicated hosting (તમારી પોતાની સ્પેસ જેમાં બીજી કોઈની સાઈટ ના હોય) અને Virtual Private Server (તમારા પોતાનું એક આખો floor).
-
તમે જયારે નાની સ્પેસ લીધી તો એ તમારી જરૂરિયાત પ્રમાણે તમે વધારી કે ઘટાડી શકો છો.
-
જો તમારે ઓનલાઈન business કરવો છે તો WordPress, domain અને hosting એ ત્રિવેણી સંગમ છે અને ત્રણેયનું એક સરખું મહત્વનું યોગદાન છે.