એપિસોડ ૪ - CMS શું છે?

પરિચય - પ્રતિકભાઈ ગાંધી

WordPress Project Manager

આ એપિસોડના મુખ્ય બિંદુઓ

આ એપિસોડમાં CMS વિષે જાણકારી મેળવી છે અને કેવી રીતે કોઈપણ વ્યક્તિએ એ સમજવું જરૂરી છે WordPress માં વેબસાઇટ્સ બનાવે એ પહેલા.

  • CMS (Content Management System) એક પ્લેટફોર્મ પૂરું પાડે છે જેના મદદથી તમે ફોટોસ, કન્ટેન્ટ, વિડિઓઝ, ફૂટરમાં લિંક્સ અને બીજું ઘણું બધું કોઈપણ કોડિંગ ના નોલેજ વગર કરી શકો એને કહેવાય છે CMS

  • CMS નો સૌથી મોટો ફાયદો એ છે કે કોઈપણ ને કરિયાણા કે મોબાઈલ ની દુકાન હોય તો લોને ત્યાં ખરીદી કરવા જવું પડે છે પણ CMS ના મદદથી ઓનલાઇન સ્ટોર બનાવી શકાય છે જેથી લોકો ઘરે બેઠાજ ખરીદી કરી શકે અને સામે દુકાનદાર ને પણ બહોળો નફો થાયે છે.

  • અને પ્રતિકભાઈ એ ખુબ મજેદાર વાત કરી કે CMS વેબસાઈટ બનાવા માટે એક દિવસ થી લઈને ૧૦૦ દિવસની અંદર બની જતી હોય છે.

  • કોઈપણ કંપનીમાં એમના employees ને જો પોતાનો પરિવાર માનીને અને એમની પાસે બોસ જો કામ કરાવે તો એના પરિણામ ખુબજ સારા મળતા હોય છે અને એ લોકો કામ પણ દિલથી કરશે.

  • વર્ડપ્રેસમાં ભાષાઓનું અનુવાદ (ટ્રાન્સલેશન) તમારા અને મારા જેવા લોકો જ થાકી થતું હોય છે એના એમાં એક લઈને યા પછી એક શબ્દ જયારે approve થાયે ત્યારે જ એ ટ્રાન્સલેટ થતું હોય છે