એપિસોડ ૬ - SEO ની સમજણ તથા WordPress માં એનું મહત્વ

પરિચય - ધ્રુવભાઈ પંડયા

SEO Account Manager

આ એપિસોડના મુખ્ય બિંદુઓ

આ એપિસોડમાં SEO (Search Engine Optimization) વિષે ધ્રુવભાઈએ સમજાવ્યું કે એ આપડા વેબસાઈટ અને business માટે કેમ અત્યંત જરૂરી છે. અને એનું WordPress સાથે શું મહત્તા છે.

  • Google, Bing આ બધા search engine કહેવાય જેમાં લોકો જે લખીને શોધે છે એ એમને result મળે છે જેમકે "how to cook chapati" (રોટલી કેવી રીતે બનાવી એની રીત) તો આપણી સામે કેટલી વેબસાઈટ દેખાય છે જેમાં એ શીખવાડે છે.

  • તમારી વેબસાઈટને સારા રેન્કિંગ પર લાવવા માટે content, backlinks, keywords આ બધું ખુબજ અગત્યનું ભાગ ભજવે છે.

  • SEO ની જરૂર ખાસ કરીને business વેબસાઈટ ને પડે છે કે જેમને વધુ ગ્રાહકો પોતાના પ્રોડક્ટ કે સર્વિસ તરફ આકર્ષવા છે એમને બહુ જરૂરી હોય છે. કેમકે જયારે કોઈને કાઈપણ શોધવું હોય તો એ તરત Google કરે છે અને જેમની વેબસાઈટ પહેલા પેજ પર દેખાય છે તેમને ગ્રાહકો વધારે મળવાની સંભાવના વધી જતી હોય છે.

  • WordPress માં જો તમારી વેબસાઈટ બની હોય તો એ તમારે માટે સારા સમાચાર છે કેમકે SEO માટે WordPress સારું છે અને Google પણ જે વેબસાઈટ WordPress માં બની હોય એને જલ્દી ઉપરના રેન્ક પર લાવે છે.

  • WordPress માં SEO કરવા માટે એના અમુક plugins તમારે install કરવા પડતા હોય છે વેબસાઈટમાં જેમકે Yoast, RankMath તથા અન્ય plugins પણ છે.

  • તમારી વેબસાઈટની URL (વેબસાઈટની લિંક જેમકે - https://www.abc com/) પણ ખુબ અગત્યનું ભાગ ભજવે છે Google પર રેન્કિંગ માટે. જેટલું તમારા વેબસાઈટનું URL નાનું અને સરળ એટલું લોકોને જલ્દી યાદ રહેશે.