એપિસોડ ૭ - WordPress ટ્રેનિંગ લેવી તથા એનાથી થતા ફાયદાઓ

પરિચય - આકાશભાઈ પઢીયાર

CEO, Akash Technolabs

આ એપિસોડના મુખ્ય બિંદુઓ

આ એપિસોડમાં આકાશભાઈએ વિગતવાર સમજાવ્યું કે WordPress ના ઉપયોગથી તમે training કેવી રીતે લઈ શકો છો અને જો તમારે કોઈને training આપવી હોય તો WordPress તમને કેવી રીતે મદદરૂપ થાયે છે.

  • આજે એવી ઘણી બધી hosting company છે જેમાં તમારે coding નોલેજની જરૂર રહેતી નથી પણ માત્ર એક ક્લિક થીજ તમારી વેબસાઈટમાં WordPress install થયી જતું હોય છે.

  • જો તમારે WordPress શીખવું હોય તો આકાશભાઈએ કીધું એમ વધુમાંવધુ 20 - 25 દિવસ લાગતા હોય છે પણ શર્ત એટલી કે તમારે એ પ્રેક્ટિકલી કરતા જવું પડે તો જલ્દી શીખાય જાય.

  • WordPress વેબસાઈટ બનાવા માટે મુખ્યપણે ત્રણ સ્ટેપ હોય છે જેમાં પ્રથમમાં તમારા ગમતા નામનું ડોમેઈન લેવું બીજું કે જેમાં તમે તમારા કમ્પ્યુટર માજ WordPress install કરી શકો છો પણ એ ફક્ત તમારા શીખવા માટે છે અને આમ લોકો તમારી વેબસાઈટ નહિ જોઈ શકે અને ત્રીજું કે જેમાં ડોમેઈન અને હોસ્ટિંગની મદદથી તમે એક ક્લિક કરીને આખે આખી વેબસાઈટ Live કરી શકો જેને બધા લોકો જોઈ શકે છે.

  • પોડકાસ્ટ સાંભળવાથી તમને ખુબજ અગત્યની માહિતીઓ મળે છે અને તમારા ઘણા બધા જટિલ પ્રશ્નોના જવાબ મળી જતા હોય છે.

  • WordPress ટ્રેનિંગ માટે શીખનાર અને શિખવાડનાર બંને ને ધીરજ રાખવી ખુબજ અગત્યની વાત છે જેથી બંને એક track પર ચાલે અને સરસ રીતે શિખાય જાય.