એપિસોડ ૮ - LMS નો ઉપયોગ WordPress સાથે
પરિચય - પ્રતિકભાઈ ભટ્ટ
Project Manager, Krishaweb
આ એપિસોડના મુખ્ય બિંદુઓ
આ એપિસોડમાં પ્રતિકભાઈએ સરસ રીતે સમજાવ્યું કે WordPress માં કેવી રીતે તમે LMS (Learning Management System) બનાવી શકો અને એનાથી થતા ફાયદાઓ કયા છે.
-
આપણે જોઈ રહ્યા છીએ કે કોરોના પછી બાળકો, યુવાનોમાં કંઈપણ શિખવા માટે ટ્રેન્ડ જે બદલાયો ઓનલાઈન લર્નિંગ થી એ તમે WordPress માં બનાવી જો તમે કોર્સ કે ટ્રેનિંગ આપતા હોય. સરળ ભાષામાં કહીયે તો તમે લોકોને WordPress નો ઉપયોગ કરીને ભણાવી શકો છો.
-
LMS મુખ્યપણે ત્રણ ભાગમાં હોય છે જેમકે કોર્સ, બીજું એના અંદર lessons હોય છે અને ત્રીજું છે દરેક lessons ની અંદર topics (વિષયો) હોય છે.
-
WordPress માં LearnPress એક free plugin છે જેના મદદથી તમે કોર્સ સહિત વેબસાઈટ બનાવી શકો છો સરળતાથી એટલે કે એવી વેબસાઈટ જેમાં લોકો તમારો કોર્સ ખરીદે અને ત્યાંને ત્યાં શીખી પણ શકે એમના સમયના અનુકૂળતા પ્રમાણે.
-
પ્રતિકભાઈએ એક મજેદાર વાત કહી કે WordPress ના ઉપયોગથી તમે Live session યા ક્લાસ લઇ શકો છો Zoom અથવા Google Meet નો ઉપયોગ કરીને અને લોકો સાથે જોડાઈ શકો છો.
-
WordPress માં LMS plugin ના મદદથી લોકો કોર્સ બનાવીને સાઈડ ઈન્ક્મ ઉભી કરે છે સરળતાથી અને સમયાંતરે પેમેન્ટ પણ મેળવી શકે છે.