એપિસોડ ૯ - Personal Growth માટે શું કામ WordPress Meetup માં જવું મહત્વનું છે?
પરિચય - રોનકભાઈ ગણાત્રા
Senior WordPress Engineer, Multidots
આ એપિસોડના મુખ્ય બિંદુઓ
આ એપિસોડમાં રોનક્ભાઈએ વાત કરી કે WordPress meetup કોને કહેવાય એમાં શું થતું હોય છે અને લોકો આ Meetup માં આવીને કેવી રીતે પોતાનો growth કરી શકે છે.
-
WordPress Meetup એક એવું દર મહિને થતું એવું ઈવેન્ટ છે જેમાં WordPress પ્લેટફોર્મમાં યા તો પછી WordPress પર કામ કરતા લોકો મળે છે. અને આ meetup માં લોકો જ્ઞાનનું આદાનપ્રદાન કરતા હોય છે. કોઈપણ પ્રકારની WordPress ને લગતી મૂંઝવણો હોય તો એ અહીંયા પૂછતાં હોય છે અને એનું નિરાકરણ મેળવતા હોય છે.
-
WordPress Meetup દુનિયાના અલગ-અલગ શહેરોમાં થતું હોય છે પણ બધે ફોર્મેટ અલગ-અલગ હોય છે જેમકે કોઈ મહિને કરે, કોઈ દર પંદર દિવસે કરે તોય કોઈ દર અઠવાડિયે કરે છે.
-
પછી આ WordPress meetup એક બહુ મોટો ફાયદો એ છે કે કોઈપણ આમાં speaker બની શકે છે અને પોતાની પાસે જે નોલેજ છે બીજા સાથે શેર કરતા હોય છે જેથી પોતામાં બોલવાનો confidence વધે છે અને શું ખબર એમાંથીજ તમને business કે પછી જોબ માટે સારી તક ઊભી થાય.
-
WordPress meetup બીજી એક રસપ્રદ વાત એ છે કે આમ કોઈપણ આવી શકે છે જેમકે business કરતા લોકો, જોબ કરતા હોય, બાળકો, કોલેજના વિદ્યાર્થીઓ, સિનિયર સિટીઝન, દિવ્યાંગો, ગૃહિણી, નાના-મોટા દરેક લોકો.
-
તમે વિચાર કરો સૌથી મોટો ફાયદો WordPress meetup માં આવાથી એ થાય તમને એકસાથે કેટલા લોકોને મળવાની તક મળે છે કેમકે આ બધા અલગ -અલગ કંપનીમાં થી આવતા હોય છે તો તમારા જ્ઞાનનો બહોળું થાયે છે અને દિવસે-દિવસે વધતું જાય છે.